તનવીની મૂંઝવણ

(9k)
  • 3.9k
  • 1
  • 1.1k

તન્વીની મુંઝવણ....મેં ક્યાં કીધું કે તું મળવા આવ! તને મારા માટે સમય ના હોય તો હું ક્યાં નવરો છું? હું કોલ કરું તો સામેથી કાયમ એજ જવાબ મળે "મને ટાઈમ નથી" મેં તને ક્યાં કીધું કે તું તે બધું છોડીને આવ. હું તો તારી ખેરિયત પૂછવા કોલ કરું છું.વાર તહેવારે તારી તબિયત બગડતી હોય છે,તો મન થાય કે ચાલ તે શું કરે છે,તે પૂછી લઉં.અને તું તો છણકા કરવામાં જ સમય વેડફી નાખે.કોલ હું કરું છું,મને સમય નથી છતાં સમય કાઢી કોલ હું કરું છું.છતાં તેં મને મારી બાબતે કોઈ દિવસ પૂછ્યું કે 'તનય' તું મારું કેટલું ધ્યાન રાખે છે?