સ્વપ્ન

(20)
  • 3.1k
  • 1.2k

હું ધોરણ -૫ ની ગુજરાતી વિષયની સાપ્તાહિક કસોટી તપાસી રહ્યો હતો.તેનો છેલ્લો પ્રશ્ન એવો હતો કે" તમને આવેલ સ્વપ્ન વિશે પાંચ વાક્ય લખો." બધાં વિદ્યાર્થીનાં અલગ અલગ સ્વપ્ન વાંચવાની મજા આવતી હતી.કોઈકને મેળામાં જવાનું તો કોઈકને પાંખો આવીને પંખીની જેમ ઉડવાનું સ્વપ્ન આવ્યું. કોઈ કોઈને તો મામાના ઘરે ગયાનું સ્વપ્ન પણ આવ્યું.તો કોઈને ભૂત, ડાકણનાં ડરામણા સ્વપ્ન પણ આવ્યાં.હું પેપર ચેક કરતો જતો ને વિચારતો જતો હતો, "સ્વપ્ના બધાં મજાનાં. " ચીટી નામની છોકરી વર્ગમાં ખૂબ ઓછું બોલે.પાછળની લાઈનમાં બેસે.બીજી છોકરીઓ જોડે પણ બહું ભળે નહિ.દેખાવ પરથી ખબર પડે ગરીબ ઘરની હશે.તે સ્વભાવે અંતર્મુખી.થોડી લઘુતાગ્રંથિથી પણ પીડાય.આંખોમાં હંમેશા નિરાશા છવાયેલી