કોને ભૂલું ને કોને સમરું રે - 37

  • 1.9k
  • 957

હવે જગુભાઇના નવા અવતારમા આંનદ હસી મજાક શાંતિ..મુખ્ય હતા ..એટલે હવે એ 'જગુભાઇ' હવે નહિતો હવેથી કથામા અમારા લાડીલા ભાઇ બની ગયા . એ નવા અવતારી જગુભાઇ અમારા સહુના પ્યારા ભાઇ હતા.ગામના કેટલાય લબાડ ઉતાર તોફાનીઓમા વરસો સુધી ઓરીજનલ જગુભાઇનો ડર ભલે કાયમ રહ્યો એ અલગ વાત છે. ...... ચાલો જગુભાઇની દિનચર્યા ની એક ઝલક માણીયે .સવારના છ વાગે મરફી પોર્ટેબલ રેડીયો ફુલ વોલ્યુમમા મુકી હાથમા ખરપી દાતરડુ ને બાગકામની કાતર લઇ જગુભાઇ નવા ઘરને ચારેતરફથી વિંટળાયેલ મોગરા ગુલાબ આસોપાલવ લીંબુડી ગલગોટાને વહાલ કરવા નિકળ્યા ત્યારે સવારની મીઠી ઉંઘ માણતા બાળકોને પ્રાણલાલ વ્યાસ કે દુલાભાયા કાગ કે દિવાળીબેન ભીલ એમ