નેહડો ( The heart of Gir ) - 31

(27)
  • 3.9k
  • 1
  • 2.4k

નેહડામાં ઘરે ઘરેથી માણસો એક હાથમાં કુહાડી વાળી ડાંગ અને બીજા હાથમાં ટોર્ચ લઇ નીકળી પડ્યું. અંધારી રાતને ટોર્ચની લાઈટે ચિથરે ચીથરા કરી નાખી. નેહડેથી થોડું જ દૂર ગાઢ જંગલ ચાલુ થઈ જાય છે. આ જંગલની અંદર જનાવરે શિકાર કર્યાના વાવડ હતા. દૂરથી પહૂડાનાં અવાજ થોડી થોડી વારે રહી રહીને આવતા હતા. ગીરનાં અનુભવી માલધારી બધા પક્ષીઓ અને પ્રાણીઓની ભાષાના જાણકાર હોય છે. તે તેના અવાજ અને વર્તન પરથી તે શું કહેવા માંગે છે તે જાણી લેતા હોય છે. જ્યારે પહૂડા રહી રહીને બોલે તો માલધારી સમજી જાય છે કે સાવજ હોવાનો સંકેત છે. કારણકે સાવજ પહૂડાની સરખામણીએ ધીમો દોડે