સંબંધની સોડમ

  • 2.2k
  • 862

સંબંધનો બંધ એવો છે જે બાંધતા વર્ષો લાગે છે. જો કે જન્મતાની સાથે અમુક સંબંધ માગ્યા વગર, જોયા વગર પણ મળે છે. સંબંધોનો સરવાળો અને બાદબાકી સમય તેમજ સંજોગને આધિન હોય છે.જે ટૂટે છે ત્યારે અવાજ નથી આવતો પણ આંચકો જોરદાર લાગે છે. નાની નદી પર બંધ બાંધવો હોય કે મોટો ભાખર નાંગલ જેવો ટકાઉ બંધ બાંધવા હોય પાયામાં સિમેન્ટ અને મજબૂત લોખંડ જોઈએ. તેમ જીવનમાં સંબંધ બંધ બાંધવા માટે પાયામાં પ્રેમ, લાગણી, વિશ્વાસ અને નિસ્વાર્થ નાખ્યા હોય તો કોની તાકાત છે આ બંધમાં ગાબડું પણ પાડી શકે. જીવન અને સંસાર સરતો રહે છે. સંબંધ તેમાં મધુરતા ફેલાવે છે. ઉપરનું