પર્યાયિક

  • 2.1k
  • 720

મને પેલી બેહદ પસંદ છે અને આ લગીરેક નહિ. બાલ્યાવસ્થામાં રમણલાલ દેસાઈની વાર્તા 'મહાન લેખક' વાચેલી. ત્યારથી જ લેખનનું ભૂત મને વળગેલું. એ જ અરસામાં ડૉ. જયંત ખત્રીની 'ડેડ એન્ડ' વાચેલી. ત્યારથી જ લલનાઓના અંગ-ઉપાંગો અને એમની જીવનીમાં રસ પડવા લાગેલો. આ બે લેખકોના કારણે લેખનનો કેફ સંભોગના કેફથીય ચડિયાતો લાગ્યો મને. મનમાં પડઘાતી મૌન ચીસો અને ઝંઝાવાતી વિચારોને શબ્દદેહ આપ્યા વિના મને ક્યારેય ચેન નથી પડ્યું. આજેય કાગળ પર હું શબ્દચતુરાઈ વાપરવા થનગની રહ્યો હતો ત્યારે જ મને પેલી સ્મરી આવી. મને પેલી બેહદ પસંદ છે અને આ લગીરેક નહિ. તરુણાઈમાં આની સાથે લગ્ન થયેલા.  જ્યારે  પુખ્તાઈમાં પેલીના પ્રેમમાં