સફર તુ કરીશ…! થી તે કરી લીધુ…!

  • 2.4k
  • 1
  • 898

વાક્ય નાના પણ છે અને બોલવામાં સહેલા પણ છે, પણ જ્યારે સમજવાનો પ્રયાસ કરીએ તો તેનો અર્થ મોટો થાય છે. આ બે વાક્ય સાંભળતા માણસ જૂનુનમાં આવીને કાર્ય કરી જાય છે કાં તો આ વાક્યનું પરીણામ ‘હાર’ બનાવી પહેરી લે છે. સમજવાનો પ્રયાસ કરીએ બન્ને વાક્યને. તુ કરીશ…! દરેકે આ વાક્ય જીવનના નાનામા નાના ખુણે એક વાર તો સાંભળેલુ હશે. કોઈ વાર મિત્ર દ્વારા તો કોઈ વાર માતા-પિતા દ્વારા તો કોઈ વાર સગા-સંબંધી દ્વારા, બસ સ્વરૂપ અલગ હશે. વાક્યનો ભાવ તો એક જ હશે. જ્યારે પણ એક નવી શરૂઆત થાય ત્યારે તે શરૂઆત નાની જ હોય છે અથવા તો એ