લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-6

(31)
  • 3.7k
  • 1
  • 1.7k

લવ રિવેન્જ-2 Spin Off Season -2 પ્રકરણ-6 “તારો લોજિક સાચો હતો...!” બાઇક ઉપર બેસીને સિગારેટ ફૂંકી રહેલાં વિશાલને સામે ઊભેલી લાવણ્યા હતાશ સ્વરમાં બોલી રહી હતી. ભારે વરસાદને લીધે પોતાની કારમાં નેહાને ઘરે ડ્રોપ કરવાં જઈ રહેલાં સિદ્ધાર્થે કૉલેજની બહારના બસસ્ટેન્ડ આગળ ઓટોની વેઈટ કરતાં -કરતાં પલળી ગયેલી લાવણ્યાને લિફ્ટ આપી હતી. વરસાદને લીધે રસ્તામાં હેવી ટ્રાફિકને જામ થતાં લાવણ્યા અને નેહાને તેમનાં ઘરે ઉતારવાં સિદ્ધાર્થે તેની કાર એસજી હાઈવે તરફથી ફરાવીને લીધી હતી. જોકે નેહા અને સિદ્ધાર્થનાં મેરેજ ફિક્સ થઈ ગયાંની વાત જાણી આઘાત પામી ગયેલી લાવણ્યાએ કામનું બહાનું કાઢીને એસજી હાઈવે ઉપર આવેલી ખેતલાપા ટી-સ્ટૉલ આગળ હાઈવે ઉપરજ