લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-7

(25)
  • 4.1k
  • 1.8k

લવ રિવેન્જ-2 Spin Off Season -2 પ્રકરણ-7 “તું અને રાગિણી...બેય જતાં આવજો.....!” ફૉન ઉપર કરણસિંઘ સુરેશસિંઘને ઇન્સ્ટ્રકશન આપી રહ્યાં હોય એવાં સ્વરમાં બોલી રહ્યાં હતાં “અમારે હજી અમદાવાદ આવતાં એકાદ દિવસ લાગશે....! ત્યાં સુધી તમે વિજયને મલીને બધુ નક્કી કરી લેજો.....! હવે નેહાએ હાં પાડી દીધી છે...! તો એનું મન બદલાય એ પે’લ્લાં લગનનું ગોઠવી દેવું છે...!” “હાં...સારું...! નેહા કૉલેજથી ઘેર જાય એ પછી જઈશું...!” સુરેશસિંઘ બોલ્યાં. “હમ્મ...! ક્યારે દહેજ વ્હોરવાં જવાનું એ પણ વેવાણને પૂછીને નક્કી કરીજ લેજો....!” કરણસિંઘ એવાંજ સ્વરમાં બોલી રહ્યાં હતાં “ “હાં....સારું...!” સુરેશસિંઘ બોલ્યાં “એવું હશે...તો હું વિજય જોડે તમારી વાત પણ કરાઇ લઇશ....!” “અરે