સાથ તારો

(14)
  • 3.6k
  • 1
  • 1.3k

આજે કેમ અખિલેશને આવવામાં આટલું બધું મોડું થઈ ગયું. નિહારિકા સતત તેની રાહ જોઈ રહી હતી અને મનમાં ને મનમાં બબડી રહી હતી. દરરોજ નિહારિકાની સવાર અખિલેશના આગમન સાથે જ થતી. સવાર પડે એટલે તે અખિલેશની ચાતક પક્ષી જેમ વરસાદની રાહ જુએ તેમ રાહ જોતી હોય બસ, છેલ્લા એક મહિનાથી આ સિલસિલો ચાલી રહ્યો હતો. સવાર પડે એટલે અખિલેશ આવે નિહારિકાને બ્રશ કરાવે અને નિહારિકા માટે એલચીવાળી ગરમાગરમ સુંદર ચા બનાવે અને પછી બંને સાથે બેસીને ચા પીવે ત્યારબાદ અખિલેશ નિહારિકાને હાથ પગ મોં ધોવડાવે અને કપડા બદલાવે અથવા તો દર બે કે ત્રણ દિવસ પછી તેને સરસ માલિશ કરીને