ધરતીનો છેડો ઘર...

(11)
  • 3.4k
  • 1
  • 1.3k

રવિવાર હોવાથી સોહન હજી સૂતો હતો, ઘરમાં એકલો જ હતો. અંજલિ તો નારાજ થઈને ઘર છોડીને એના પિયર જતી રહી હતી. અઠવાડિયું તો કોઈપણ જાતની દરકાર વગર નીકળી ગયું પણ અંજલિ વગરનું ઘર હવે સોહનને સૂનુંસૂનું લાગતું હતું. લાગણીઓથી ધબકતું ઘર મટીને સિમેન્ટ-રેતીનું મકાન બની ગયું હતું જાણે આત્મા વગરનું શરીર. અગિયાર વાગવા આવ્યા હતા છતાં એને બેડમાંથી ઉભા થવાનું મન નહોતું થતું. એણે ચારે તરફ જોયું તો બધું વેરવિખેર પડ્યું હતું. નાહવાનો ટુવાલ ક્યાંક હતો તો ચોળાયેલું શર્ટ ટેબલના કિનારે લટકતું હતું, એક ખૂણામાં મોજા પડ્યા હતા. અંજલિ વગર ઘરની હાલત કેવી થઈ ગઈ હતી. "સાહેબ, ચા મુકું?" મોનજીકાકાએ