નિયતીના લેખ

  • 2.6k
  • 1k

વાર્તા : નિયતીના લેખસર્જક : અલ્પા ભટ્ટ પુરોહિતતારીખ : ૦૧-૦૬-૨૦૨૨'મમ્મી મારી દીકરીને તું તો સાચવીશ જ, મારાંથીયે અદકેરી. પણ, એક મા થઈને તેને છોડીને જવાની પીડા હું કેમ કરી સહીશ? અને જ્યારે મારાં સાસરિયાં કહેશે તેને લઈ જવાનું, હું ક્યા મોંએ તેને તેડવા આવીશ? અને જો હું તેડવા આવીશ, તે મારી સાથે આવશેય ખરી? મને પોતાની મા માનશેય ખરી? અને જો માનશે તો મા ના પ્રત્યે જે દીકરીનો ભાવ હોય તે તેનામાં મારાં માટે જાગશે?' આવાં તે કાંઈ કેટલાંયે સવાલો નિયતીનાં મનમાં જ ધરબાઈ ગયાં. તે ચોકડીમાં ગઈ, સામાન્ય રીતે દદૂડી પડે એટલો જ નળ ખોલતી તેણે આજે આખો નળ