મનમાં વરસે મેહ

  • 2.5k
  • 1
  • 900

વાર્તા : મનમાં વરસે મેહસર્જક : અલ્પા ભટ્ટ પુરોહિતતારીખ : ૨૬-૦૬-૨૦૨૨, રવિવારશિખાએ બારી બહાર જોયું અને વરસતો વરસાદ જોઈ કૂદીને સોફા ઉપરથી જમીન ઉપર અને પળવારમાં તો બગીચામાં પહોંચી ગઈ. યાદ આવતાં પાછાં ફરીને જાળીને પોતાની મસ્તીમાં જ પગથી ધક્કો મારતી ગઈ. આરતીની મીંચાયેલ આંખ આ જાળી અથડાવાથી ખૂલી ગઈ. તેણે પડ્યાં પડ્યાં જોયું કે શિખા જાળીની પેલેપાર વરસાદમાં નાચતી, હાથમાં પાણીનાં બિંદુઓને ઝીલવાની કોશિશ કરતી ભીંજાઈ રહી છે. આરતીને પોતાનું બાળપણ યાદ આવી ગયું. તેનેય તો વરસાદમાં ભીંજાવું, ઘર પાસે ભરાયેલાં પાણીમાં છબછબિયાં કરવાં, ખોબામાં વરસાદના પાણીને ઝીલીને પીવું કેટલું ગમતું. તેની બા અને દાદી બૂમો ભલે પાડતાં રહે,