શમણાંના ડંખ.. (ભાગ - ૧)

  • 1.9k
  • 1
  • 874

#copyright આ નવલકથા #શમણાનાડંખ મારી‌‌ કોપીરાઇટ રચના છે..જેના તમામ હક મારી પાસે છે. ધન્યવાદ રહસ્યકથા #શમણાનાડંખ (ભાગ - ૧) ************ "શું આજે પણ એ આવશે?? લગભગ નવથી- સવા નવની વચ્ચે એ સ્ટેશન આવતુ હતુ. એકદમ અવાવરૂ જ સમજો ને! ક્યારેક જ કોઈ મુસાફર ત્યાંથી ચડ-ઊતર કરતો હશે, જંગલ જેવો ભેંકાર રસ્તો ! દૂર દૂર સુધી કંઈ જ ના દેખાય.. એવામાં કોઈ રહેતુ પણ હશે કે કેમ ? ના કયાંય ઘર દેખાય, ના માણસો ! એ જગ્યાએ ટ્રેન પણ પાંચેક મિનિટ જ રોકાતી હતી- આવા સુના સ્ટેશનથી.. બે શનિવારથી, એ છોકરી ટ્રેનમાં ચઢતી હતી.. એકલી !