દેવદૂતનું દર્શન

  • 2.2k
  • 726

તારીખ : ૦૩-૦૭-૨૦૨૨મૈત્રી અને સંગાથ, મૈત્રીનો અનુસ્નાતકનો અભ્યાસ ગયાં વર્ષ જ પૂરો થયો હતો. તે માનસશાસ્ત્રમાં પી. એચ. ડી. કરી રહી હતી. સંગાથ હજી બારમા ધોરણની પરીક્ષા આપવાનો હતો. દિવાળીની રજાઓમાં થોડું રિફ્રેશ થઈ જવાય તો પરીક્ષાઓની તૈયારી બમણા જોશથી કરાય, એ આશયે તેઓ મમ્મી પપ્પા સાથે વેકેશન માણવા નીકળ્યાં હતાં. બેય ભાઈ-બહેન, પંચમઢીનાં એ નયનરમ્ય વાતાવરણમાં, નવેમ્બર માસની શરૂઆતમાં, કોટેજનાં રવેશમાં બેઠાં બેઠાં ગરમાગરમ કોફી જોડે પનીર પકોડાંનો આનંદ ઊઠાવી રહ્યાં હતાં. સંગાથ બોલ્યો, 'અરે, બસ કર, મમ્મી - પપ્પાને તો આવવા દે. બધાં પકોડાં તું જ ખાઈ જઈશ કે?' મૈત્રીએ હાથમાંનું પકોડું મોં માં ખોસ્યું અને બીજું ત્વરાથી