અવકાશ

  • 3.1k
  • 1.2k

 કોઈ વ્યક્તિ આટલાં નિઃસ્વાર્થ ભાવે કોઈને કઈ રીતે ચાહી શકે? ગાય ને પણ બે વાર જાકારો દઈએ તો ત્રીજી વાર પાસે નથી આવતી તો આ વળી કઈ માટીનો બનેલો છે.                 મારી ના પાડવા છતાં પણ મને પ્રેમ કરતો રહ્યો. અને એ પણ આટલાં વર્ષો સુધી. તેણે પહેલી વાર આઈ લવ યુ કહેલું ત્યારે હસવું આવેલું મને. મને તો આદત હતી આઈ લવ યુ સાંભળવાની. મને લાગ્યું કે તેનું આઈ લવ યુ તે બીજા બધામાંનું જ એક છે. મહિના બે મહિનામાં તો રફે દફે થઈ જશે. મારા માટે તો પ્રેમ એકદમ ખોખલો શબ્દ છે.                                           એમ કઈ થોડા સમયગાળામાં સાથે ઊઠવા બેસવા વાતો- વાર્તા કરવાથી- સાથે પિઝા ખાવાથી કઈ પ્રેમ ન થાય. એ વાત એને પણ ખબર પડી જશે એવું મને લાગ્યું હતું. હેર કટ કરાવ્યા હોય, નવી નેલ પોલિશ લગાવી હોય કે કોઈ પણ નવી ઝીણામાં ઝીણી વિગત એ પકડી લેતો. પરીક્ષામાં પરિણામ મારું સારું આવે અને ખુશ એ વધુ થાય.                                                 ફક્ત મને જોવાના બહાને કેટલીય વાર મારા ઘેર આટો મારી જાય. મને તો એ પસંદ નથી પણ એને હું ખરેખર પસંદ છું એ મને નક્કી થઈ ગયું. પણ ફાયદો શું?                                  જે સંબંધનો કોઈ અર્થ જ નહિ થાય એ સંબંધને આગળ વધારીને શું?.