નેહડો ( The heart of Gir ) - 64

(40)
  • 3.2k
  • 3
  • 1.4k

નેહડામાં રાત્રે ગમે ત્યારે સુવે સવારે ચાર વાગ્યે તો ઉઠી જ જવું પડે છે. ચાર વાગ્યે જાગીને ગોવાળ ભેંસોની જોકમાં જઈ ફરતે એક આટો મારી લે છે. આમ તો રાત્રે પણ ભેંસોની જોકમાં એક બે આંટા મારવા પડે છે. અહીં ક્યારે સાવજનો પંજો ફરી વળે કહી શકાતું નથી. પછી દૂઝણી ભેંસોને વારાફરતી જોકમાંથી અલગ કરી આંગણામાં લાવવામાં આવે છે. ત્યાં તેને ખાણ મૂકીને દોહવામાં આવે છે. ભેંસનો દોહીને તેને પાણી પાઈ પાછી વાડામાં પૂરી દેવામાં આવે છે. ભેંસોને દોહી બધું દૂધ કેનમાં એકઠું કરવામાં આવે છે. જે પાડરું ખાતા ના શીખ્યા હોય તેને વધારે ધવડાવવામાં આવે છે. જેમાં પાડા પાડીનો