એક તિરંગો દિલમાં પણ લહેરાવી દો યારો

  • 3k
  • 950

જોતજોતામાં આઝાદી મળી એ વાતને ૭૫ વર્ષનાં વાણાં વહી ગયાં. આ પંચોતેર વર્ષમાં દેશ ઘણો બદલાયો છે. એક રીતે જોવા જઈએ તો અત્યારે દેશનો સુવર્ણ દસકો ચાલી રહ્યો છે. આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. કોઈ પણ દેશ ભારત પર હુમલો કરતાં પહેલાં અનેકવાર વિચાર કરે એવી સંરક્ષણ ક્ષમતા ભારતે હાંસલ કરી છે. ભારતની સાથે જ આઝાદ થયેલો દેશ પાકિસ્તાન આજે દેવાળું ફૂંકી રહ્યો છે, ત્યારે ભારત વિકાસના પથ પર અગ્રેસર રહીને આઝાદીનો અમૃતકાળ મનાવી રહ્યો છે. વર્ષ ૧૯૪૭ની સરખામણીમાં આજે વર્ષ ૨૦૨૨ સુધી ભારતે જે કાંઈ ઉપલબ્ધિ મેળવી છે, એ માટે ખરાં અર્થમાં આપણે આઝાદીનો અમૃતકાળ મનાવવા માટે