વારસદાર - 26

(92)
  • 6.7k
  • 12
  • 5.1k

વારસદાર પ્રકરણ 26મંથનના લગ્નનો સમારંભ ખૂબ જ દિવ્ય વાતાવરણમાં રચાઈ ગયો. રજવાડી ઠાઠમાં લગ્ન થયું. ઝાલા સાહેબે જાણે કે નોટોનો વરસાદ કર્યો હોય એમ હોલને અંદરથી સજાવ્યો હતો અને લગ્ન પતે ત્યાં સુધી ઢોલકનો તાલ અને શરણાઈના સૂર વાતાવરણને માદક અને રોમેન્ટિક બનાવી રહ્યાં હતાં !!બે વિદ્વાન પંડિતની પસંદગી કરી હતી એટલે મંત્રોચ્ચાર પણ ખૂબ જ દિવ્ય રીતે થઈ રહ્યા હતા. વિધિમાં કોઈ જ ઉતાવળ કરવામાં આવી ન હતી. તમામ મહેમાનોને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી. ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા આઈસક્રીમ અને કોલ્ડ્રિંક્સ લઈને હોલમાં સતત દોડાદોડી કરતા હતા. જમવામાં પણ ચાર પ્રકારનાં અલગ અલગ કાઉન્ટર રાખેલાં હતાં. ઝાલા સાહેબનો સમાજ