જ્ઞાનની સરવાણી

  • 1.8k
  • 1
  • 652

//જ્ઞાનની સરવાણી// આજે શાળાનો છેલ્લો દિવસ હતો. પરીક્ષાનો બોજો આજે ઊતરવાનો હતો. શાળાનું મેદાન વિદ્યાર્થીઓની અવરજવરથી ઊભરાતું હતું. બધાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ એકબીજાં સાથે છેલ્લી ઘડીની આપ-લે કરતાં હતાં. કોઈ બીજાંને તેની તૈયારી બાબતે પૃચ્છા કરતાં હતાં, તો કોઈ પોતાને મૂંઝવતો પ્રશ્રનો કે દાખલાઓ એકબીજાંને પૂછી લઈ પોતાની તૈયારી પૂરી કરતાં હતાં. કોઈ કોઈ તો વળી સામે જે મળે અને એકબીજાનેશુભેચ્છાઓ પાઠવતાં હતાં. એવામાં મેદાનના છેડે આવેલા નાનકડા દરવાજામાંથી કેશવલાલ પ્રવેશ્યા. હાથમાં છત્રી અને થેલી ઝુલાવતાં શાળાના મેદાનમાં પ્રવેશેલા કેશવલાલને જોઈ મોટાભાગનાં છોકરાંઓ પોતપોતાની પ્રવૃત્તિઓ પડ્યા મૂકી તેમના તરફ જોવા લાગ્યાં.કેશવલાલ ધીરે ધીરે મેદાનમાં થઈ શાળાના મકાન તરફ ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં