જીવનસંગિની - 9

  • 2.6k
  • 1
  • 1.3k

પ્રકરણ-૯ (સંગિનીની ખોજમાં) અનામિકા સીધી દોડીને સડસડાટ પોતાના રૂમમાં પેસી ગઈ અને દરવાજો બંધ કરી દીધો એ જોઈને રાજવીરને દાળમાં કંઈક કાળું હોવાની શંકા તો પડી. એ પોતાની બહેનને બહુ જ સારી રીતે ઓળખતો હતો એટલે એને અનામિકાના આવાં વર્તનથી આશ્ચર્ય તો થયું. એ જાણતો હતો કે, જરૂર કંઈક મોટી ઘટના બની હોવી જોઈએ અને માટે જ અનામિકા આવી રીતે રૂમમાં પેસી ગઈ છે. મારે અનામિકા જોડે વાત કરવી જોઈએ આમ વિચાર કરીને એણે અનામિકાના રૂમ તરફ ડગલાં માંડ્યા. આ બાજુ અનામિકા રૂમમાં જઈને ઓશીકા નીચે મોં સંતાડીને ખૂબ જ રડી રહી હતી. એને સમજમાં નહોતું આવતું કે, જેને એ