મેહરુનીમા અને સઈદ

  • 2k
  • 738

મેહરુનીમા સાથે મારી શાદી થઈ ત્યારે હું ૧૯ વર્ષનો અને તે ૧૭ વર્ષની હતી. જેમ જેમ મારી ઉંમર વધતી ગઈ તેમ હું કોલોનીયલ ભારતના બ્રિટિશ કલ્ચરથી પ્રભાવિત થતો ગયો. મેં અસ્ખલિત અંગ્રેજી બોલતા શીખી લીધું, ગ્રેસફુલી સૂટ પહેરતાં શીખી લીધું, ભદ્ર સમાજના એટીકેટ્સ પણ શીખી લીધાં. પરંતુ મેહરુનીમા મારાથી સાવ અલગ હતી. તે એક સીધીસાદી ગૃહિણી હતી.મારી સલાહ અને ચેતવણીથી તેના મૂળ વ્યક્તિત્વમાં કોઈ ફેરફાર ન થયો. તે એક આજ્ઞાકારી પત્ની, પ્રેમાળ મા અને કુશળ ગૃહિણી હતી. પણ હું જે ઈચ્છતો હતો તેવી તે ન હતી. જેમ જેમ હું તેને બદલવાની કોશિશ કરતો ગયો તેમ અમારી વચ્ચે નું અંતર વધતું