લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-18

(30)
  • 3.8k
  • 1.5k

લવ રિવેન્જપ્રકરણ-૧૮વાચકમિત્રોઆશા છે આપ સૌ સકુશળ હશો. છેલ્લાં કેટલાક સમયથી લવ રિવેન્જ નવલકથાના પ્રકારણો અપલોડ કરવામાં મારે ઘણો સમય લાગી રહ્યો છે. જે અંગે આપ સૌ અનેક વખત ફરિયાદ પણ કરોજ છો અને આપની ફરિયાદ વાજબી પણ છે. મહિનામાં લગભગ એક પ્રકરણ જ રીલીઝ થાય તો વાચકો એ અંગે ફરિયાદ કરે તે સ્વાભાવિક પણ છે. આને લીધે વાર્તા આગળ વધતી ન હોવાનું પણ ફીલ થાય એ પણ સ્વાભાવિક છે. એમપણ નવલકથામાં વાર્તાનો પ્રવાહ ધીરે-ધીરે આગળ વધતો હોય છે. એવામાં આખા મહિનામાં એકજ પ્રકરણ રીલીઝ થાય તો વાર્તા વાંચવામાં કંટાળો પણ આવી જાય કે પછી વાર્તામાંથી રસ પણ ઊડી જાય એવું