ઋણાનુબંધ - ભાગ-6

(21)
  • 3.4k
  • 1.8k

ઋણાનુબંધ ભાગ ૬પ્રિયાનો હેમંત રાજવંશ સાથેનો ફોટો જોઈને આધાતની મારી હું રીતસરની હેબતાઈ ગઈ હતી. તેનો મોભો, એ ઠાઠમાઠ અને શ્રીમંતાઈ હવે સમજમાં આવી રહી હતી. પણ મને એ સમજાતું નહોતું કે એણે આ બધું મારાથી છુપાવ્યુ શું કામ હશે? અને પ્રિયા જેવી યંગ સૌંદર્યવાન તરૂણીએ એમનાથી ઉંમરમાં આટલા મોટા વ્યક્તિ સાથે લગ્ન શા માટે કર્યા હશે? પૈસા માટે? નહીં મને એવું નહોતુ લાગતું. હું પ્રિયાને બચપણથી ઓળખુ છું અને છેલ્લે જે દસ પંદર દિવસની મુલાકાતો થઇ ત્યારે પણ મને પ્રિયામાં એવુ કાંઇ ન લાગ્યું કે એ પૈસા ખાતર રાજવંશને પરણી હોય. તો શું એને હેમંત રાજવંશ સાથે પ્રેમ થઈ