નેહડો ( The heart of Gir ) - 74

(37)
  • 3.8k
  • 2
  • 1.3k

ગીરનું ચોમાસુ ભીનું ને મનમોહક હોય છે. પશુ પંખીડાના મનને આ માદક ઋતુ ઘેરી લે છે. સાવજથી લઈ શિયાળવા સુધીને મોરથી લઈને મેના સુધી બધા પ્રાણી પંખીડાના મન આ પ્રેમ ભરી ઋતુમાં ભીના ભીના થઈ ગયેલા હોય છે. એટલે તો આ ચારેક મહિના સુધી ગીરમા પ્રવેશ બંધી હોય છે. બહારના પ્રવાસીઓને જીપસી દ્વારા કરાવવામાં આવતી ગીર સફારી આ ઋતુમાં બંધ કરી દેવામાં આવે છે. આ ચાર મહિના ગીરમાં નેહડાના માલધારીઓ, ટ્રેકરો, ગાર્ડસ, ફોરેસ્ટ ઓફિસરોને જ ભ્રમણ કરવાની છૂટ હોય છે. અને ગીરના પશુ પંખીને આ બધા સાથે ઊંડો ધરોબો બંધાયેલો છે. તેથી આ બધા ગીરના પશુ પંખીડાને પોતાના લાગે છે.