એક ચાહત એક ઝનૂન - ભાગ 8

  • 2.6k
  • 1.2k

રાશિ આચાર્યએ પ્રવેશ પંડ્યાની કુંડળી કઢાવી લીધી. તેણે ઇરાદાપૂર્વક એનાં માટે જ પોસ્ટ ઊભી કરી. તેને ખબર હતી કે પ્રવેશને કારકિર્દી બનાવવી છે, જો તેને આચાર્ય પ્લાસ્ટોમાં રાશિ આચાર્યનાં પી.એ.ની પોસ્ટ ઑફર થશે તો તે નકારશે નહીં. રાશિને પ્રવેશમાં કોઈ રસ ન હતો. તેને તો બસ તૃષાની સામે તેને છતો કરવો હતો. અરે રાશિને તે દરેક પુરુષને હરાવવો હતો, જેનામાં રાજેશ વસતો હોય. પ્રવેશને મેઇલ મળી ગયો. તેણે નક્કી કર્યું કે જ્યારે પહેલી સેલેરી આવશે ત્યારે હું સરસ રિંગ ગિફ્ટ કરી તૃષાને સરપ્રાઇઝ આપીશ. ત્યાં સુધી જૉબ વિષે કશું શેર નહીં કરું.પહેલાં દિવસે જ ઓફિસમાં પ્રવેશ સમયસર પહોંચી ગયો. રાશિએ