પ્રણય ની “આકર્ષક” પરિભાષા

  • 1.4k
  • 1
  • 492

પોતાનો માળો છોડીને મુકત ગગન માં વિહરવાનો પ્રથમ પ્રયાસ એટલે એમબીબીએસ નું પ્રથમ વર્ષ. પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતાં જ હોસ્ટેલ માં રહેવા આવેલા સૌ કોઈ વિદ્યાર્થીઓ પોતાની નવી જીવન શૈલી ને અનુકૂળ થવા પ્રયત્ન કરી રહ્યા હતા. સર્વે નું મન મેડિકલ માં એડ્મિશન મળ્યા ની આનંદ ની ઉછાળા મારતી છોળો ની ભરતી અને ઘર થી દૂર આવ્યા બાદ ઘર ની સતાવતી યાદ ના લીધે એ છોળો માં આવેલી ઓટ વચ્ચે સંતુલન સાધવા પ્રયત્ન કરી રહ્યું હતું. અને બસ આવી જ સંમિશ્રિત લાગણી ને મન માં છુપાવી ને હોસ્ટેલ થી કોલેજ જઈ રહેલા સહર્ષ સાથે કોલેજ ના ગેટ પાસે જરા ઝડપ