ડોક્ટર ની કલમે - ભાગ 3

  • 2.2k
  • 784

મૂળ ગુજરાતી જસવંતીબેન જમનાદાસ પોપટના એક વિચારથી માત્ર 80 રૂપિયાના રોકાણથી શરૂ થયેલ ગૃહઉદ્યોગનું ટર્નઓવર આજે 1600 કરોડે પહોંચ્યું છે. માત્ર સાત બહેનો દ્વારા શરૂ કરવામાં આવેલ આ ગૃહઉદ્યોગ આજે 45000 મહિલાઓને રોજગારી આપે છે. જેને જોતાં ભારત સરકારે જસવંતીબેનને વેપાર અને ઉદ્યોગ શ્રેણીમાં 2021 નો ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરી તેમનું બહુમાન કર્યું છે. દિલ્હીમાં યોજાયેલ આ અત્યંત ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે સન્માન લેવા 91 વર્ષિય જસવંતીબેન પોપટ વ્હીલચેરમાં પહોંચ્યાં હતાં.90ના દશકમાં લિજ્જત પાપડની આ જિંગલ (ગીત) સૌથી ચર્ચિત જાહેરાતમાંથી એક હતી. તે સમયે દેશ આર્થિક ઉદારીકરણમાંથી પસાર થઈ રહ્યો હતો અને ટેલિવિઝન સેટ