છોટી સી બાત

  • 1.7k
  • 572

ફિલ્મનું નામ : છોટી સી બાત રીલીઝ ડેટ : ૯ જાન્યુઆરી ૧૯૭૬ ડાયરેકટર : બાસુ ચેટર્જી કલાકાર : અમોલ પાલેકર. વિદ્યા સિંહ, અશોક કુમાર અને અસરાની.           પોતાની કારકિર્દી દરમ્યાન ચાળીસ જેટલી ફિલ્મોનું નિર્દેશન કરનાર બાસુ ચેટરજી મધ્યમવર્ગીય લોકોની સમસ્યાઓ ઉપર સિનેમા બનાવવા માટે પ્રખ્યાત હતા. અન્ય નિર્દેશકો પણ પોતાના હીરોને સામાન્ય કે ગરીબ ઘરમાંથી હોવાનું દેખાડતા, પણ બાસુ ચેટરજીની શૈલી અનોખી હતી. તેમની ફિલ્મોનો હીરો દર્શકોને પોતાનામાંથી એક લાગતો કારણ ન તો એ અસંભવ મારામારી કરતો, ન તો મહાન કાર્યો કરતો.         અજમેરમાં ૧૯૨૭ માં જન્મેલ આ બંગાળી બાબુ ૧૯૫૦ માં મુંબઈમાં કામકાજના શોધમાં મુંબઈ આવ્યા. અઠવાડિક બ્લીટ્ઝમાં