રામમંદિર કે રામરાજય ??

  • 2k
  • 758

ભારતભરમાં અત્યારે ચૂંટણી નામની મોસમ પૂરબહારમાં ખીલી છે. દરેક નેતા તેનાં પક્ષની સુવાસથી મધમાખીરૂપા મતદારોને આકર્ષવા મથી રહ્યાં છે પરંતુ આ 21 મી સદીનાં શાણા મતદાતાઓ છે. તેમને ખબર છે કે કયું ફૂલ પોતાની સુવાસ આવનારા પાંચ વર્ષ સુધી ટકાવીને રાખી શકશે. તેમને ખબર છે કે, કયું અસલી ફૂલ છે અને કયા ફૂલ કાગળનાં છે, જેના પર પોતાનાં ભાષણોરૂપી અત્તર છાંટીને તેને સુગંધિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એના માટે એક પંક્તિ - " બાગ મહેકી ઊઠ્યો છે ગુલાબનાં સુગંધીદાર ફૂલોથી, પણ રસિકજનો તમે ચેતજો કાગળનાં નકલી ફૂલોથી. " છેલ્લા કેટલાક વર્ષોથી દરેક ચૂંટણીમાં એક મુદ્દો જરૂર ગાજયો છે