નેહડો ( The heart of Gir ) - 78

(21)
  • 2.4k
  • 1
  • 686

દિવસો પછી દિવસો અને એક પછી એક અઠવાડિયા ઊગ્યા અને આથમી ગયા. ચોમાસાના ભીના દિવસો ધીમે ધીમે કોરા થવા લાગ્યા. ગીરના જંગલની ગારાથી લથપથ કેડીઓ પર ચાલેલા માલઢોરની ખરીઓના પગલા સુકાઈને કઠણ થવા લાગ્યા. લીલુછમ ઘાસ તડકાને લીધે મુરઝાઈને પીળપ પકડવા લાગ્યું. સુગરીઓના લટકતા માળાની કોલોનીમાંથી બચ્ચા મોટા થઈ ઉડી ગયા. ને સુગરીઓએ ગુથેલા માળા મૂંગા મૂંગા પવનની લહેરખીઓ સાથે આમ તેમ ડોલી રહ્યા હતા. પાકી ગયેલા ઘાસના બીજ ચણવા ભો ચકલીઓ લપાઈને બેસી ગઈ હતી. જેની એકદમ નજીક પહોંચતા જ તે ફરર...કરતી ઉડી જતી હતી. ભર ચોમાસે ગાંડી તુર થઈને વહેતી ડોળા પાણીની નદીઓ અત્યારે નવી પરણીને આવેલી સ્ત્રીની