'અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 27-28

  • 2.4k
  • 896

27    (જ્યારે તમે પરિક્રમા કરો છો ત્યારે તમારા પગ એક પગલાં થી બીજા સુધીનો રસ્તો પાર કરતી વખતે વચ્ચેની જગ્યા છોડી દે છે. પરંતુ જ્યારે સાષ્ટાંગ પ્રણામ કરતાં જાઓ છો ત્યારે તમારું આખું શરીર એ પવિત્ર ધરતીને સ્પર્શે છે, એને પોતાના શરીરની સીમામાં બાંધે છે) -ઘોડો ક્યાં છે ? અત્યારે ત્રણ-ચાર કિલોમીટર આમ જ જવાનું છે બધાંએ. પગપાળા. અમે જઈ રહ્યાં છીએ. કાફલામાં.કોણ જાણે કેટલાં લોકો અમારી આગળ-પાછળ છે. માથું-મોં ઢાંકીને, ધુમ્મસમાં. બાળકો-ઘરડાઓ, સ્ત્રીઓ, ઘોડાવાળા, તિબેટી, ભારતીય.... તિબેટી તીર્થયાત્રી કેટલાં એકાંતિક લાગે છે. ચાર-પાંચ લોકોના નાના નાના સમૂહ. હાથમાં માળા. પ્રાર્થના-ચક્ર. પોતાની સાથે જ ગણગણતા ચાલી રહ્યાં છે, જાણે