પ્રણય પરિણય - ભાગ 5

(16)
  • 4.5k
  • 1
  • 3.1k

'હું તારુ કંઇ સાંભળવાનો નથી.. વિવાનની કંપની સાથે આપણા ધંધાકીય હિતો સંકળાયેલા છે, હું વિવાનને નારાજ કરવા માંગતો નથી.' મિહિર કડકાઇથી બોલ્યો. 'ઓકે ફાઇન આવુ છું.' કહીને ગઝલએ પોતાની નાસ્તાની પ્લેટ ઉપાડી અને પગ પછાડતી પોતાના રૂમમાં ચાલી ગઈ. ** પ્રણય પરિણય ભાગ ૫ 'પ્રિન્સેસ… હજુ કેટલી વાર..? મોડું થાય છે.. આવ જલ્દી..' મિહિરે ગઝલને સાદ પાડ્યો. 'આવી.. આવી.. કેટલી ઉતાવળ કરો છો ભાઈ.. ' બોલતી ગઝલ નીચે ઉતરી. ગઝલ સાદી પણ ખૂબ સુંદર રીતે તૈયાર થઈ હતી. એણે બ્રાઈટ વ્હાઈટ અનારકલી ડ્રેસ પહેર્યો હતો. વાળ ખુલ્લા રાખ્યાં હતાં. હોઠ પર લાઈટ બ્રાઉનિશ લિપસ્ટિક લગાવી હતી. હળવી આઈલાઇનર અને મસ્કરા,