દિવ્યાંનો જન્મદિવસ

  • 1.5k
  • 570

દિવ્યાનો જનમ દિવસદિવ્યા એટલે ડાહી દીકરી,દિવ્યા એટલે નમ્રતાની મૂર્તિ,દિવ્યા એટલે કુનેહ અને કામમાં પ્રવીણ છોકરી, દિવ્યા એટલે દિલનો દરિયો,દિવ્યા એટલો મહેફિલની મીણબત્તી,દિવ્યા એટલે જાતે બળીને વાતાવરણ ને ખુશ્બુથી ભરતી અગરબત્તી,દિવ્યા એટલે દિવ્યતાની મૂર્તિ, દિવ્યા એટલે દરેકને ગમતી ફુલપરી.ભગવાને એને ખુબ નવરાશની પળમાં એક એક અંગ પાછળ તન્મયતાથી તૈયાર કરેલી સાક્ષાત સંગેમરમરની મૂર્તિ.તેને માટે જેટલી ઉપમા આપીયે તો પણ ઉપમા આપનાર પૂરું વર્ણન ન કરી શકે એવી સૌની લાડકવાયી દીકરી.લલાટ પર શોભતી ઝીણી ઝીણી ચાંદની.હાથ એના કોમળ, કોઈ અડકે તો એને ડાઘ પડે એ બોલે તો જાણે જસવંતિના ફૂલો ખરતાં લાગે.આવી અદ્ભૂત મૂર્તિ માટે તેના મમ્મી પપ્પા,તેનો ભાઈ,આખા ગામની દરેક છોકરીઓની