સવાઈ માતા - ભાગ 6

(18)
  • 3.6k
  • 2.6k

મેઘનાબહેન અને સમીરભાઈ સાથે જમતાં- જમતાં રમીલાનાં મનમાં અનેક ભાવનાઓ રમી રહી હતી. ઘડીક તેનાં મોં ઉપર હળવું સ્મિત રેલાતું, તો ઘડીક આંખોમાં ઉદાસી ડોકાઈ જતી, ઘડીક થોડો ભય પ્રકાશી જતો, તો વળી ઘડીક જાણે આશાની ક્ષિતિજે મીટ માંડતી. બંને પતિ-પત્ની તેને જોઈને એકમેકને હળવું સ્મિત આપી રહ્યાં હતાં. તેમનાં આ સ્મિતમાં જાણે એક સંવાદ હતો,'થોડાં જ વર્ષો પહેલાંની ભોળી ભટાક દીકરી તેની ઉંમરનાં પ્રમાણમાં ઘણી જ સમજુ થઈ ગઈ હોય એમ લાગે છે. તે ભવિષ્યનાં સ્વપ્નો આપણાં અને તેનાં પરિવારને સાથે લઈ જોતી હોય એમ તેનાં ભાવ તેનાં ચહેરામાં વંચાઈ રહ્યાં છે. ત્યાં રમીલા અચાનક બોલી ઊઠી, "તે મોટી