મધમાખીના ડંખ

  • 3.5k
  • 1
  • 1.3k

મધમાખીના ડંખ   "રહેવા દો... બાપા, મારો નહીં આમ."રઘુએ જોરથી બૂમ પાડી. આ બૂમ સાંભળી ઇન્સ્પેક્ટર ગિરિરાજસિંહને વધુ ચાનક ચડી હોય એમ એણે જોરથી ફરી એક ડંડો રઘુ ને ફટકાર્યો. રઘુએ ફરી રાડ પાડી,"મરી ગયો રે... માડી. સાહેબ, મારો નહીં. મેં શું ગુનો કર્યો છે?"આ સાંભળી બાજુમાં ઉભેલો હવાલદાર બહાદુરસિંહ હસવા માંડ્યો. અને ઇન્સ્પેક્ટર ગિરિરાજસિંહ રઘુની સામે તાડુક્યો,"તારો વાંક ના હોય તો આ બહાદુર અમથો થોડી તને અહીં લેતો આવે!" આ સાંભળી બહાદુરે તરત કહ્યું,"હા ,સાહેબ. આ આવતા જતા ગામની બહેનો- દીકરીઓની મશ્કરી કરતો હતો. અને ત્રણ દિવસથી તો મોટા શેઠની દીકરીની વાહે વાહે જઈને એને હેરાન કરતો હતો" એટલે