ધૂપ-છાઁવ - 92

(23)
  • 2.3k
  • 2
  • 1.4k

ધીમંત શેઠ અપેક્ષાને કહી રહ્યા હતા કે, "તે તો આખી ઓફિસનો લૂક જ ચેન્જ કરી દીધો છે બિલકુલ નવી થઈ ગઈ આપણી ઓફિસ.. હવે અહીંયા બેસવાની અને કામ કરવાની પણ ખૂબ મજા આવશે. પણ આ બધા ખર્ચ માટે તે પૈસા ક્યાંથી વાપર્યા હિસાબમાં તો આ બધા ખર્ચનો કોઈ ઉલ્લેખ જ નથી." "સર એ તો મારી સેલરીમાંથી જ મેં ખર્ચ કર્યો છે." "અરે બાપ રે.. એવું થોડું ચાલે..તે મારી આટલી બધી સેવા કરી જેને કારણે હું આટલો જલ્દીથી પથારીમાંથી ઊભો થઈ ગયો અને જાણે દશ વર્ષ નાનો બની ગયો એટલી બધી મારામાં સ્ફૂર્તિ આવી ગઈ છે અને એટલો બધો મારામાં આત્મવિશ્વાસ