પ્રારંભ - 17

(68)
  • 4.5k
  • 2
  • 3.3k

પ્રારંભ પ્રકરણ 17 જગદીશભાઈ ઉપર મુંબઈથી મનીષનો ફોન આવી ગયો કે દલાલ સ્ટ્રીટમાં આવેલી સ્ટૉક એક્ષચેન્જ બિલ્ડિંગના ૧૭ મા માળની ઓફિસ હવે એકદમ રેડી છે. એટલે જગદીશભાઈ અને સિદ્ધાર્થ બન્ને ૬ જૂને મુંબઈ પહોંચી ગયા. બધી જરૂરી કાર્યવાહી પતાવીને ઓફિસ સિદ્ધાર્થના નામે કરાવી દીધી. ઓફિસ ખુબ જ સરસ હતી અને એકદમ તૈયાર પણ હતી. બોલ્ટ વગેરે પણ એકદમ ચાલુ જ હતા એટલે ત્યાં બીજો કોઈ ખર્ચ કરવાનો હતો જ નહીં ! સિદ્ધાર્થ સાથે બીજા ત્રણ ઓપરેટર બેસી શકે એવી કોમ્પ્યુટરની વ્યવસ્થા પણ હતી. પૈસાની જે પણ લેવડ-દેવડ હતી તે તમામ જગદીશભાઈએ મનીષ સાથે કરી લીધી અને ઓફિસનું પજેશન પણ લઈ