આદિ શંકરાચાર્ય - ભાગ 4 - ગુરુની શોધમાં નર્મદા કિનારે

  • 3k
  • 1
  • 1.2k

ગયા અંકમાં આપણે જોયેલ કે નદીમાં ન્હાતી વખતે એક મગરે શંકરનો પગ પકડી લીધેલો. ખુબ પ્રયાસ પછી પણ પગ નાં છૂટ્યો ત્યારે જીવનના અંતમાં શંકરે પોતાની આખરી ઈચ્છા રૂપે માતા આર્યમ્બા પાસે સંન્યાસ લેવાની પરવાનગી મેળવી. અને અંતે માછીમારો દ્વારા શંકરનો બચાવ થયો અને શંકરે ગૃહત્યાગ કર્યો...હવે આગળ....---------------------------------શંકર જ્યારે ગુરુકુળમાં હતા ત્યારે તેણે નર્મદાના કિનારે રહેતા ઋષિ પતંજલિનીની ગુરુ પરંપરનાં આચાર્ય ગોવિંદપાદનું નામ સાંભળેલ. આથી પોતાના ગૃહ ત્યાગ બાદ બાળક શંકરે ઉતરમાં નર્મદા તરફ ચાલવાનું શરુ કર્યું. નર્મદા કેટલી દૂર થાય છે? ક્યારે પહોંચશે ? એવી કશી જ તેને ખબર ન હતી. બસ તે તો નીકળી પડ્યા હતા નર્મદાના કિનારે