સાઈટ વિઝિટ - 9

(11)
  • 1.8k
  • 1
  • 946

9. આપણે જોયું કે આર્કિટેક્ટ અને તેની ખૂબસૂરત આસિસ્ટન્ટ ગરિમા આ અકલ્પિત મુશ્કેલીઓ ભરી મુસાફરી કરતાં સાઈટ વિઝિટ પર જઈ રહ્યાં છે. ગયા હપ્તામાં જોયું કે મૂળ રસ્તો ચુક્યા પછી તેમને એક ખાડી ઓળંગી સામે જઈ થોડું ડ્રાઇવ કરીને મુકામે પહોંચવાનું છે. એ નાની એવી દરિયાઈ મુસાફરીમાં પણ દરિયાઈ તોફાનમાં તેમની બોટ અન્ય સ્થળે પહોંચી જાય છે અને ત્યાં તેઓને રાત ગાળવી પડે છે. જો કે એ રાતનો અનુભવ તેમને આનંદદાયક બની રહે છે. તો હવે તેમની સાથે આગળ મુસાફરી કરીએ મંઝિલ ભણી. ** મોંસુઝણું થતાં તો અમે ઉઠી ગયાં. (આથી પણ વહેલી સવારને 'ભળું ભાંખળું' કહેવાય તે ખબર છે