નણંદવાળી_ગાગર

  • 2.3k
  • 942

મા અને બાપા દોઢેક મહિનાથી શહેરમાં આવ્યા હતા.. દિકરાને ઘરે દિકરા દિકરીના લગ્ન હતા.. એટલે મહિનો તો કેમ ગયો એની ખબર જ ના રહી.. પણ પ્રસંગને લગતા વહેવાર તેડમેલ , બધું પતી ગયા પછી હવે એને ગામડું સાંભર્યું હતું.. મુકવા જવામાં આજકાલ કરતાં કરતાં બીજા પંદરેક દિવસ ગયા.. ઘરના બધાની મરજી હતી કે હવે એ બેય અહીં જ રહે.. બાપા તો કંઈ બોલતા નહીં પણ આજે બપોરે ખાવા ટાણે માએ ઢીલાશ બતાવી કે " હવે મને સોરવતું નથી.. અમને ગામડે મુકી જાવ..” એ ગામડું શહેરથી ચાલીસેક કીલોમીટર દુર મુખ્ય રસ્તાથી ઉંડાણમાં હતું.. ખેતી સારી હતી, ભાગમાં દીધેલ હતી.. રહેવાનું મકાન