સવાઈ માતા - ભાગ 16

(19)
  • 3.2k
  • 1
  • 2.2k

રમીલાની માતાને ગાડીમાંથી ઉતરતાં જોઈ મુકાદમનો ગુસ્સો વધુ પ્રબળ બન્યો, "તે હવે તમે લોકોય ગાડીઓમાં ફરો છો? અમારાં બૈરાંવ જેવી મોંઘી સાડીઓય પહેરો છો? પછી, ઘર બાંધવા કોણ જશે, આ લોકો?" બોલતાં તેણે મેઘનાબહેન તરફ ઈશારો કર્યો. રમીલા સમસમી ઊઠી. તે હજી કાંઈ બોલવા જાય એ પહેલાં જ મેઘનાબહેને તેનો હાથ ધીમેથી દબાવી વારી લીધી. તેઓ થોડાં આગળ ગયાં અને મુકાદમને કહ્યું, "ભાઈ, થોડાં શાંત થાવ. તમે કહો, તમારે શું જોઈએ છે? આ લોકો તો તમારી રજા લેવાં જ આવ્યાં છે." મુકાદમ ગરજ્યો, "એ મારા દા'ડિયા છે. એમ તે થોડા જવા દેવાય? જ્યારે જોઈએ, જેટલા જોઈએ એટલા રૂપિયા આપ્યા છે.