પંચાયત - 1 - લાંચ

  • 3k
  • 2
  • 1.6k

જૂન મહિના ની ધોમ ધખતી એ બપોર હતી. તાપ માં સુકાઈ ને સાવ બરડ થઈ ગયેલા સાગ ના પાન ને ઉડાડતો ગરમ પવન ડુંગરો પર ભાગદોડ કરી રહ્યો હતો અને આ ડુંગરો ની વચ્ચે જાણે કોરાના કાળ ની પહેલે થી ખબર હોય એમ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતા ઝુંપડા એ ડુંગરાળ પ્રદેશ માં વેરાયેલા પડ્યા હતા. જેમાં અલગ તરી આવતી હતી એ પંચાયત ની ઓફીસ જેમાં વગર પંખા એ કપાળ પર થી પરસેવો લૂછતો હાર્દિક બેઠો બેઠો એના તલાટી ની નોકરી લેવા ના નિર્ણય ને ભાંડતો હતો. એવું નહોતું કે એને નોકરી ગમતી નહોતી, પણ ભ્રષ્ટાચાર અને રાજકારણીઓ ની ટાંગ અડાવવાની વૃત્તિ