લા પાસ્કલિટા

  • 1.6k
  • 632

માનવીય લાગણીઓ ખૂબ જ તીવ્ર હોય છે. દુનિયાના કોઈપણ દેશના કોઈ પણ ખૂણે જઈને કોઈક ચોક્કસ પ્રકારની માનવીય લાગણીની તીવ્રતા માપવામાં આવે તો તે સમાન જ મળે. જેવી આપણા દેશમાં હોય એવી જ અન્ય દેશોમાં હોય! સમાજમાં નિરંતર ઘટિત કોઈક સુખદ કે દુઃખદ ઘટના સાથે આવી તીવ્ર માનવીય લાગણીઓ જોડાઈ જાય ત્યારે એક કથાબીજનું આરોપણ થાય, ધીમે ધીમે એ કથાબીજને પોષણ મળે અને પછી ક્યારે એ નાનકડું બીજ, વટવૃક્ષનો આકાર લઈ લેય, ખબર પણ ન પડે! આવા જ એક બનાવને લોકવાયકા, લોકમાન્યતા, લોકચર્ચા કે લોકકથાના સ્વરૂપે નિહાળીએ.હાલ પણ મેક્સિકોના ચિહુઆહુઆની કોઈ એક ગલીમાં અડીખમ ઊભેલો, મારીઓ ગોંઝલઝેઝની માલિકી ધરાવતો, વેડિંગ