એક દિકરી, બહેન, પત્ની, મા - પણ સ્ત્રી પોતે ક્યાં ?

  • 1.7k
  • 642

માતૃભારતી - એક એવું પ્લેટફોર્મ જ્યાં મનની વાતો લખવાની મંજૂરી મળે છે. આજે હું એક ધારાવાહિક લખવા જઈ રહી છું પહેલી વખત. કંઈ ભૂલ થાય તો માફ કરશો અને મને જરૂરથી જણાવજો. હું કાલ્પનિક નહીં હકીકત લખવા જઈ રહી છું એક સ્ત્રીની. એ પોતે કેવા તબક્કામાંથી પસાર થાય છે. કદાચ દરેક સ્ત્રીને એમાં પોતાની છબી દેખાશે. ચાલો, હું શરુઆત કરું છું ધારાવાહિકની જેનું મુખ્ય પાત્ર છે આશાબેન. આશાને ધૂંધળું ધૂંધળું યાદ છે એ ખૂબ નાની હતી. એક દિવસ મમ્મીનું પેટ મોટું જોઈને એને નવાઈ લાગી, એણે મમ્મીને પૂછ્યું કેમ આટલું મોટું પેટ છે તો મમ્મીએ એનું ધ્યાન બીજે વાળી દીધું.