DARK ROOM

  • 2k
  • 1
  • 754

DARK ROOM મારી આંખો ખુલ્લી હતી. પણ જાણે આંખો બંધ હોય તેવું લાગતું હતું, કેમકે બધીજ તરફ અમાશ ની રાત કરતા પણ વધારે અંધકાર હતો. હું કઈ પણ જોઈ શકતો ન હતો, બધીજ બાજુ બસ અંધકાર હતો. હું મારી જગ્યાએ થી ઉભો થયો અને આ અંધકાર માં આગળ ચાલવાનું નક્કી કર્યું, અહીં એટલી શાંતિ હતી કે મને મારા પગલાં નો અવાજ પણ સ્પષ્ટ સંભળાઈ રહયો હતો. મે વિચાર્યુ કે અહીંયા કોઈ ટોર્ચ કે મીણબત્તી મળી જાય તો મને ખબર પડે કે હું કઈ જગ્યાએ છું? પણ અહીં અંધારું વધારે હતું. હું કોઈ વસ્તુ જોડે અથડાઈ ન જાવ એટલા માટે બને