પ્રણય પરિણય - ભાગ 39

(21)
  • 3.4k
  • 2.4k

પ્રણય પરિણય ભાગ ૩૯ખૂબ રડવાથી ગઝલની આંખો સહિત પૂરો ચહેરો લાલ થઈ ગયો હતો. તેનુ નાક પણ વહેવા લાગ્યું હતું. ટીપોઈ પરથી ટિશ્યૂ પેપર લઇને નાક ખેંચતી એ દાદીની રૂમમાં જઈને બેડ પર બેઠી.તે મનમાં વિચારી રહી: 'આ ઘર છોડતા પહેલા હું મલ્હાર વિશે ખાતરી કરી લઈશ. જો એ મને સાચે જ પ્રેમ કરતો હશે તો મને ચોક્કસ સ્વીકારી લેશે. અને જો એ ખરેખર ખરાબ માણસ હશે તો?' એક ક્ષણ માટે તે ધ્રુજી ઉઠી. પણ પછી પોતે મક્કમ થઈને મનમાં બોલી: 'જો એવું હશે તો ખોટા માણસને પ્રેમ કરવાની મારી ભૂલની સજા હું આ ઘરમાં રહીને જ ભોગવીશ. અને વિવાનને