જલસા કરને યાર..

  • 3.3k
  • 1.6k

"હા, હું કંટાળી ગયો છું. થાકી ગયો છું. ઘણી અપેક્ષાઓ કાચની માફક તૂટી ગઇ! મારાં જીવનમાં કશું જ નથી બચ્યું ભાઈ! બોલ હવે હું શું કરું? " વિરલે પોતાનાં મનમાં અત્યાર સુધી ધરબી રાખેલો ઉભરો સંદીપ પાસે ઠાલવ્યો. " આમ હાર માની લેવાથી કે પરિસ્થિતિથી ભાગવાથી મુસીબત દૂર નથી થતી ઉલ્ટાની વધે છે. " સંદીપે સમજાવતા આગળ કહ્યું, " તને એમ લાગે છે કે તું જિંદગી ટૂંકાવી લઈશ એટલે પૂરું?! ના દોસ્ત! જિંદગી પરીક્ષા લેવા માટે જ છે. ભણતરની પરીક્ષા કહીને આવે છે, જ્યારે જીવતરની પરીક્ષા અનપ્રેડિકટેબલ હોય છે. ભણતરની પરીક્ષા નોલેજ આપે છે, વધારે છે, જયારે જીવતરની પરીક્ષા જ્ઞાન