હિંદુ ધર્મનું હાર્દ - 19

  • 1.2k
  • 362

(19) ૯૦. ગીતાશિક્ષણ ૧ ઇંગ્લંડમાં કૅનન શેપર્ડની આગેવાની નીચે ચાલતી શાંતિની હિલચાલ વિશેના મારા હમણાંના લેખોને વિશે એક મિત્ર લખે છે : “મારો મતે એવો છે કે ગીતાના સંજોગો અને એની શરૂઆતમાં અર્જુન અને શ્રીકૃષ્ણ વચ્ચે જે સંવાદ આપેલો છે તેને બાજુએ રાખીને વિચાર કરીએ તો હિંદુ ધર્મ વ્યવસ્થિત સેનાની ચડાઇ થાય ત્યારે અહિંસા જ પાળવી એવો સ્પષ્ટ ઉપદેશ કરતો નથી. આપણાં બધાં સારાંમાં સારાં ધર્મશાસ્ત્રોનો એવો અર્થ કરવો એ એને મચડવા જેવું છે, દયા અને પ્રેમ એ મનુષ્યનો પરમ ધર્મ છે એમ હિંદુ ધર્મ અવશ્ય માને છે. પણ આપ અથવા આ યુદ્ધ વિરોધી શાંતિવાદીઓ જેવો ઉપદેશ આપે છે તેવો