હિંદુ ધર્મનું હાર્દ - 25

  • 1.2k
  • 500

(25) ૧૦૮. સામુદાયિક પ્રાર્થનાની સાધના (મુંબઈની સાયં પ્રાર્થનામાં આપેલા ભાષણનો સંક્ષિપ્ત ઉતારો - ‘સાપ્તાહિક પત્ર’માંથી) આપણે હિંદુ હોઈએ કે મુસલમાન, પારસી હોઈએ કે યહૂદી અથવા શીખ, બધાં એક ઈશ્વરનાં સંતાન છીએ. ચોવીસે કલાક તેનું સ્મરણ કરવું આપણને છાજે પણ એમ ન કરી શકાય તો ઓછામાં ઓછું પ્રાર્થનાને સમયે તો બધાય ભેગા મળીને એનું નામ લઈએ. સંયુક્ત પ્રાર્થના એ અખિલ માનવજાતિની એકકુટુંબ ભાવના સાધવાનું સારામાં સારું સાધન છે. સામૂહિક રામધૂન અને તાલ એ સાધનાનાં બાહ્ય ચિહ્‌નો છે. એ કેવળ યાંત્રિક ન હોય. જ્યારે એ આંતરિક એકતાનો પડધો હોય છે, ત્યારે એમાંથી જે શક્તિ ને માધુર્ય પેદા થાય છે, એ શબ્દો દ્વારા